home share

કીર્તન મુક્તાવલી

(૧) ચાલો ચાલો જીરણગઢ આજ રે

અખંડાનંદ મુનિ

ભલો બનાવ

બીજે દિવસે સવારે ૪-૩૦ વાગે સ્વામીશ્રી યુવકોને કહે, “ગુણાતીત ભેળા ફરીએ છીએ, તે કેફ રાખવો.” પછી ‘ભલો બન્યો છે આજ બનાવ રે, સ્વામી મળવાથી.’ એ બોલતાં વાત કરી, “એવો બનાવ એટલે શું? એવા ગુણાતીત સૌને બ્રહ્મરૂપ કરવા પ્રગટ્યા છે, એ ભલો બનાવ.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨]

(1) Chālo chālo Jiraṇgaḍh āj re

Akhandanand Muni

A Fortunate Occurrence

At 4:30 am, Swamishri said to the yuvaks, “We are traveling with the Gunatit. Therefore, remain ecstatic.” Then, he sang ‘Bhalo banyo chhe āj banāv re, Swāmi malavāthi’ and said, “What is that banāv (occurrence)? That Gunatit has manifested to make everyone brahmarup, that is the fortunate banāv.”

[Brahmaswarup Yogiji Maharaj: Part 2]

 

(૨) ચાલો ચાલો જીરણગઢ આજ રે

અખંડાનંદ મુનિ

મૂળ અજ્ઞાન ટળે એ જ સત્સંગ

અક્ષર દેરીમાં તથા સભા પ્રસંગે વાત કરતાં ‘ચાલો ચાલો જીરણગઢ આજ રે, સત્સંગ કરવાને’ એ પદ ઉપર બોલતાં સ્વામીશ્રીએ વાત કરી કે, “જીરણગઢમાં જ્યાં અનાદિ અક્ષરબ્રહ્મ વાતો કરતા હતા, ત્યાં જ અનાદિ અજ્ઞાન ટળતું હતું. જ્યાં મૂળ અજ્ઞાન ટળે, ત્યાં જ ખરો સત્સંગ થાય છે તેમ સમજવું. એટલે મહારાજે પણ સૌને આજ્ઞા કરી:

‘વર્ષોવર્ષ એક માસ રે, કરવો આ મંદિરમાં નિવાસ રે...’

“કારણ કે જૂનાગઢમાં સ્વામીના સમાગમથી મૂળ અજ્ઞાન ટળતું હતું અને એકાંતિક ધર્મ સિદ્ધ થતો હતો. ડભોઈના કરુણાશંકરને સ્વામીએ કહ્યું, ‘અહીં સત્સંગ લીલોપલ્લવ છે, કારણ કે અહીં સહજાનંદ સ્વામી પ્રગટ બિરાજે છે.’

“એવા સ્વામી-સ્વરૂપ સત્પુરુષના પ્રસંગમાં દેહનો અનાદર સહેજે જ રહે. આવું સ્થાન બ્રહ્મરૂપ થવા માટે સ્વામી શાસ્ત્રીજી મહારાજ બાંધી ગયા. કથાવાર્તાના અખાડા સારુ આ સ્થાન કર્યાં છે. આ અખાડામાં નાનો-મોટો કોઈપણ આવે, સત્સંગમાં કાંઈ ન સમજતો હોય તેવો પણ જો આવે, તો પાકી જાય. જેમ નિંભાડામાં માટલાં પાકે છે, તેમ પાકી જાય. આ અખાડામાં આવે તેને અજ્ઞાનરૂપી અંધારું, જગતની વાસના વગેરે ટળી જાય. મોટી વસ્તુ આવે એટલે નાની વસ્તુ આપોઆપ નીકળી જાય.

“આપણે જીવનો સત્સંગ કરવો. લોયા ૧૨માં જે છેલ્લો નિર્વિકલ્પ નિશ્ચય કહ્યો છે તે આપણે સિદ્ધ કરવો. એ નિશ્ચય પ્રમાણે જીવમાં વર્તાય તો એનો આનંદ જુદો રહે.

“આપણને પુરુષોત્તમ નારાયણનો સાક્ષાત્ સંબંધ તેમના પરમ એકાંતિક સંત દ્વારા થયો છે, તો તે કાંટો મોળો પડવા ન દેવો. મોટાપુરુષને નિર્દોષ જાણો એ મનની સેવા; તેમના ગુણ ગાય તે વચનની સેવા; અને કર્મ એટલે દેહે કરીને તેમની સેવામાં ટૂક ટૂક થઈ જાય. પરંતુ જો ઉન્મુખ વૃત્તિ રહે તો સેવ્યા ન કહેવાય. સન્મુખ વર્તે તો ગુણ આવી જાય. મોટાપુરુષના ગુણ પ્રાપ્ત કર્યા હોય, તો અંતરાય ન રહે.”

પછી ભક્ત રાઘવદાસે રચેલા, મહારાજનાં ચરિત્રના સલોકા વહેલી સવારે અક્ષર દેરીમાં બોલીને આગળ વાત કરી...

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨]

(2) Chālo chālo Jiraṇgaḍh āj re

Akhandanand Muni

Satsang Is When Eternal Ignorance Is Eradicated

Swamishri spoke on the kirtan ‘Chālo chālo Jirangadh āj re, Satsang karvāne’ in the Akshar Deri, “Only where Anadi Aksharbrahma was speaking in Junagadh, that is the only place where the eternal ignorance was being eradicated. Where the eternal ignorance is eradicated, that is where true satsang is - that should be understood. Even Maharaj commanded everyone:

‘Varsho-varsha ek mās re, karavo ā mandirmā nivār re...’

“Why? Because by associating with Gunatitanand Swami in Junagadh, one’s eternal ignorance was being eradicated and one achieved ekāntik dharma. Karunashankar of Dabhoi said to Swami, ‘Here, the satsang is evergreen because Sahajanand Swami is present here.’

“In presence of the Satpurush who is the form of the Gunatit Sant, one will naturally disregard their body. Shastriji Maharaj built this place so we can become brahmarup. Places such as these are for continuous kathā-vārtā. Whoever comes to listen to discourses here - young and old, even a newcomer - would ripen (gain wisdom); just as clay pots harden in a kiln. Whoever comes to listen to discourses here will become free of darkness in the form of ignorance and desires of the world.

“We should practice satsang for the jiva. We need to achieve the highest nirvikalp faith mentioned in Loya 12. When one behaves with that level of faith in their heart, they experience bliss of a different kind (highest level of bliss).

“We have an association with the manifest Purushottam Narayan through the Ekantik Sant. The joy of that should never dampen. To understand the Mota-Purush as innocent is the service of the mind. To sing his praises is the service of speech. To serve him physically in every way possible is the service of the body. However, if we avoid contact with him, then that is not serving him. If our compass is always facing him, then we will imbibe his virtues. If we acquire his virtues, then there will be no barrier between us and the Satpurush.”

Then, Swamishri had Raghavdas’s salokā sung.

[Brahmaswarup Yogiji Maharaj: Part 2]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase